તરણાં ઓથે ડુંગર
તરણાં ઓથે ડુંગર રે, ડુંગર કોઇ દેખે નહીં;
અજાજૂથ માંહે રે, સમરથ કોઈ પેખે નહી … ટેક
સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન;
તલની ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન;
દધિ ઓથે ધૃતજ રે, વસ્તુ એમ છૂપી રહી … તરણાં
કોને કહું ને કોણ સાંભળશે અગમ ખેલ અપાર;
અગમ કેરી ગમ નહિ રે, વાણી ન પહોંચે વિસ્તાર;
એક દેશ એવો રે, બુદ્ધિ થાકી રહે તહા … તરણાં
મન પવનની ગતિ ન પહોંચે, છે અવિનાશી અખંડ;
રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મ પુરાણ, તેણે રચ્યાં બ્રહ્માંડ;
ઠામ નહિ કો ઠાલો રે, એક અણુમાત્ર કહાં … તરણાં
સદગુરુજીએ કૃપા કરી ત્યારે, આપ થયા પ્રકાશ;
શાં શાં દોડી સાધન સાધે, પોતે પોતાની પાસ;
દાસ ધીરો કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તું હી તું હી … તરણાં
- ધીરા ભગત
Posted on June 6th, 2008 by Ashok Chavda
Filed under: Gujarati Poems
Leave a Reply